PM મોદીના જન્મદિવસ નિમિત્તે મોરબી જિલ્લા ભાજપે રક્તદાન કેમ્પનું આયોજન કર્યું - મોરબીમાં વડાપ્રધાન મોદીના જન્મદિવસની ઉજવણી
🎬 Watch Now: Feature Video
મોરબીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે એટલે કે ગુરુવારે ૭૦મો જન્મદિવસ છે, ત્યારે મોરબી જિલ્લામાં વડાપ્રધાન મોદીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. મોરબી જિલ્લા ભાજપે રક્તદાન કેમ્પનું આયોજન કરી વડાપ્રધાન મોદીના જન્મદિવસની ઉજવણી કરી હતી. જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજી ગડારા, પૂર્વ ધારાસભ્ય બ્રિજેશ મેરજા, યુવા મોરચાના પ્રમુખ રવિ સનાવડા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.