મોરબી કોંગ્રેસની મૌન રેલી મોકૂફ રહી - મોરબી કોંગ્રેસ
મોરબી: જિલ્લામાં ચૂંટણી રંગ જામતો હોય તેવું લાગી રહ્યું છે. સોમવારે સવારના સમયે તાલુકા સેવા સદનમાં કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો વચ્ચે મારામારી થઈ હતી. ત્યારબાદ બન્ને વચ્ચે સમાધાન પણ થયુ હતું, તો સાંજના સમયે કોંગ્રેસના કાર્યકરો વાવડી રોડ પર પોતાના નિવાસ સ્થાને પહોંચ્યા ત્યારે 8થી 10 અજાણ્યા શખ્સોએ તેમના પર જીવલેણ હુમલો કર્યો હતો. જેથી તેમને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જે અંતર્ગત કોંગ્રેસે મૌન રેલીની જાહેરાત કરી હતી. આ મૌન રેલી આજે મંગળવારે સવારના સમયે નવા બસ સ્ટેન્ડથી નગર દરવાજા સુધી યોજાવાની હતી, પરંતુ તેમને મંજૂરી આપવામાં આવી નથી. આ અંગે અધિક કલેક્ટર કેતન જોષીએ જણાવ્યું કે, મંજૂરીની માંગણી કરશે તો યોગ્ય તપાસ કર્યા બાદ મંજૂરી પણ આપવામાં આવશે.