મોરબી કોંગ્રેસમાં ભંગાણ : વધુ એક નેતાએ 20થી વધું કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાયા - મોરબી પ્રદેશ કોંગ્રેસ મંત્રી
મોરબી : ચૂંટણી પૂર્વે કોંગ્રેસમાં ભંગાણની જાણે કે પરંપરા બની ચૂકી હોય તેમ દરેક ચૂંટણી સમયે પક્ષમાંથી અસંતુષ્ટ કાર્યકરો છોડીને ભાજપમાં જોડાઈ જાય છે. હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક છે, ત્યારે કોંગ્રેસમાં ભંગાણ જોવા મળ્યું છે અને વધુ એક નેતા ભાજપ સાથે જોડાયા છે. મોરબી પ્રદેશ કોંગ્રેસ મંત્રી જયેશ કાલરીયાએ જેતપર સીટ પરથી ટિકિટ માગી હતી. જો કે પક્ષે ટિકિટ ન આપતા ભાજપમાં જોડાવવાનો નિર્ણય કર્યો છે. ભાજપ પ્રમુખ દુર્લભજી દેથરીયા અને અજય લોરિયાની ઉપસ્થિતિમાં જયેશે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. આ સાથે 20થી વધુ કોંગી કાર્યકરો પણ ભાજપમાં જોડાયા છે.