મોરબી બાર એસોસીએસનની ચૂંટણી માટે મતદાન પૂર્ણ - bar association election
મોરબીઃ બાર એસોસીએસનની શનિવારના રોજ ચૂંટણીઓ યોજાઈ હતી, મોરબી બાર એસો.ના પ્રમુખ, ઉપપ્રમુખ અને સેક્રેટરી સહિતના પદ માટે આજે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાઈ હતી. મોરબીની કોર્ટ ખાતે યોજાયેલી ચુંટણીમાં બેલેટ પેપરથી મતદાન કરવામાં આવ્યું હતું, જેમાં મોરબી જિલ્લાના નોંધાયેલા 347માંથી 311 સભ્યોએ મતદાન કર્યું હતું અને કુલ 89.62 ટકા જેટલું મતદાન નોંધાયું હતું. મોરબી બાર એસો.ની ચુંટણીમાં પ્રમુખપદ માટે ત્રણ, ઉપપ્રમુખ માટે 6 અને સેક્રેટરી તેમજ સેક્રેટરી અને જોઈન્ટ સેક્રેટરી માટે 4-4 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. ચુંટણીમાં ભાવેશભાઈ ભટ્ટ, મુકેશભાઈ ઓઝા, જય પરીખ અને પ્રવીણભાઈ હડીયલ દ્વારા ચૂંટણી પ્રક્રિયાની જવાબદારી નિભાવવામાં આવી હતી.