મોરારીબાપુ પર હુમલાના પ્રયાસને લઇ મોરબીમાં સમર્થકોએ પાઠવ્યું આવેદન - Former MLA Pabubha Manek
મોરબીઃ દ્વારકામાં પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક દ્વારા મોરારીબાપુ પર હુમલો કરવાનો પ્રયાસ કરાયો હતો, જેને લઇ મોરબીમાં મોરારીબાપુના સમર્થકોએ કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું હતું. સમર્થકોએ જણાવ્યું હતુ કે, મોરારીબાપુ 18 તારીખના રોજ દ્વારકામાં ગયા હતા, ત્યારે અચાનક જ દ્વારકાના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેકે બાપુ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, તે નિંદનીય અને અસભ્ય વ્યવહારને કારણે ગુજરાતમાં ભારે રોષ જોવા મળ્યો છે. મોરારીબાપુ જેવા વિશ્વ વંદનીય સંત પર આવા ધ્રુણાપાત્ર કાર્યથી મોરબી જિલ્લાના બાપુ પ્રેમીઓની લાગણી દુભાઈ છે, જેથી આ કૃત્ય માટે પબુભા પર કાયદેસર કાર્યવાહી થાય અને વ્યાપક પ્રજા સમુદાયને ન્યાય મળે તેવા પગલા સરકાર તત્કાલ ઉઠાવે તેવી બાપુના સમર્થકોએ માગ કરી છે.