મોરબીઃ શાકમાર્કેટમાં લોકોમાં જોવા મળી જાગૃતતા
મોરબીઃ સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે લોકડાઉન વચ્ચે નાગરિકોને જીવનજરૂરી ચીજવસ્તુઓ મળી રહે તે હેતુથી સરકારે બજારો ખુલ્લી રાખવાનુ જણાવ્યું છે. તેમજ શાકભાજી અને કરિયાણાની ચીજવસ્તુઓ આસાનીથી મળી રહે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જોકે આ જીવનજરૂરી ચીજવસ્તુની દુકાનો પર પણ ભીડ ના થાય તેવા હેતુથી પાલિકા અને પોલીસ ટીમો દ્વારા યોગ્ય અંતર રાખીને વર્તુળ કરવામાં આવ્યા છે. જેથી લાઈનમાં ઉભા રહેનાર ગ્રાહક તે વર્તુળમાં ઉભા રહે છે અને સલામત અંતરે રહેવાથી કોરોના ફેલાવવાનો ભય રહેતો નથી. શહેરનાં શાકમાર્કેટમાં પણ લોકોમાં જાગ્રતતા જોવા મળી હતી. અને લોકો એક બીજાથી દુર ઉભા રહીને જીવન જરુરીયાત ચીજવસ્તુની ખરીદી કરતા જોવા મળ્યા હતા.