મોરબીઃ કોરોનાના હાહાકાર વચ્ચે જિલ્લાના ત્રણ માર્કેટિંગ યાર્ડ માર્ચ એન્ડ સુધી બંધ - morbi latest news
મોરબીઃ કોરોના વાઈરસને લઈને સાવચેતીના ભાગરૂપે તેમજ માર્ચ એન્ડીંગને પગલે જિલ્લાના મોરબી, હળવદ અને વાંકાનેર માર્કેટિંગ યાર્ડને 7થી લઈને 10 દિવસ સુધી બંધ કરવામાં આવ્યા છે. જેમાં જિલ્લાનું મોરબી માર્કેટિંગ યાર્ડ ૨૩ માર્ચથી ૨ એપ્રિલ સુધી બંધ રહેશે. જ્યારે વાંકાનેર માર્કેટિંગ યાર્ડ ૨૫થી ૩૧ માર્ચ સુધી બંધ રહેશે અને હળવદ માર્કેટિંગ યાર્ડ પણ ૨૨ માર્ચથી ૨ એપ્રિલ સુધી બંધ રહેશે. જેથી હરાજી સહિતના કામકાજ બંધ રહેશે. કોરોનાથી સાવચેતીના ભાગરૂપે તેમજ માર્ચ એન્ડીંગને પગલે યાર્ડ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.