મોરબીના આમરણ જવાના સ્ટેટ હાઈવે પરનો પુલ ધરાશાયી, કોઈ જાનહાની નહીં - પીપળીયા
મોરબીઃ જિલ્લાના પીપળીયા ચાર રસ્તાથી જામનગર તરફ જતા રસ્તે ખારચિયા ગામ પાસે પુલ બનાવેલો છે. જે પુલ ધરાશાયી થયો હતો, પુલમાં વચ્ચેથી બે ભાગ પડી ગયા છે. જોકે પુલ તૂટી ગયો હોવાથી હાલ વાહન વ્યવહાર ખોરવાયો છે. જોકે પુલ ધરાશાયી થવાને પગલે કોઈ જાનહાની કે અકસ્માત સર્જાયો નથી. પુલ તૂટી પડતા હવે નવો પુલ બનાવવાની કવાયત ક્યારે હાથ ધરવામાં આવે છે તે પણ જોવું રહ્યું.