મોરબીઃ પાક વીમા મામલે મુખ્યપ્રધાનને પત્ર લખી કરાઇ રજૂઆત
મોરબીઃ રાજ્યના 10 લાખથી વધુ ખેડૂતોને હજુ સુધી પ્રધાનમંત્રી પાક વીમા યોજનામાં કપાસ અને મગફળીના પાકવીમાંના દાવા હજુ ચૂકવાયા નથી, જેથી રાજ્યના ખેડૂતોના કરોડોના દાવાઓનું ચુકવણું ત્વરિત કરાય તેવી માગ કરવામાં આવી છે. સરકારના કહેવા અનુસાર રૂપિયા 14,125 કરોડના વીમા પાત્ર દાવાઓ હજુ ચૂકવવાના બાકી છે. બીજી ખરીફ મોસમ આવી છતાં હક્કની વીમાપાત્ર રકમ હજું સુધી ચૂકવાઇ નથી. ખેડૂતોની મજબુરીનો ગેરલાભ ન ઉઠાવીને સરકારના કહેવા અનુસાર રૂપિયા 14,125 કરોડના બાકી દાવાઓનું ત્વરિત ચુકવણું કરાવી થયેલી ભૂલને સુધારવામાં આવે તેવી માગ મોરબી APMCના ડિરેક્ટર કે પી ભાગિયાએ રાજ્યના કૃષિ પ્રધાનને પત્ર લખી કરી છે.