સુરક્ષા વ્યવસ્થાની ચકાસણીને લઈ વડોદરા રેલવે વિભાગ દ્વારા મોકડ્રીલ યોજાઈ - Vadodara
વડોદરા: શહેરના નવાયાર્ડ વિસ્તારમાં આવેલ યાર્ડમાં રેલવે વિભાગ દ્વારા મોકડ્રાઈલ કરવામાં આવી હતી. અચાનક રેલવે સ્ટેશન અને યાર્ડ વિસ્તારમાં સાઇરન અને રેલવે અધિકારી અને સુરક્ષા જવાનોની ચહલપહલથી લોકોમાં ગભરાહટ સાથે સ્થાનિકો અને પ્રવસીઓમાં કુતુહલ જોવા મળ્યું હતું. જો કે આ મોકડ્રીલનો મુખ્ય ઉદ્દેશ આપાતકાલીન સમયમાં કેવી રીતે પગલાં લઇ શકાય અને સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી માટે આ પ્રકારની મોકડ્રાઇલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મોકડ્રીલમાં રેલવે અધિકારી અને સુરક્ષા સાથે સંકળાયેલ તમામ લોકો મોકડ્રાઈલમાં જોડાયા હતા.