મોડાસા પાલિકાની નવી કચેરીનું લોકાર્પણ કરાયું - Gujarati news
અરવલ્લી: સાબરકાંઠા જિલ્લામાંમાંથી અરવલ્લીનું વિભાજન થયા બાદ મોડાસાને જિલ્લાનું મુખ્ય મથક બનાવામાં આવ્યું છે. જેના કારણે પાલિકાના કામકાજમાં વધારો થયો છે. વર્ષો જૂની કચેરીમાં સંકડામણ અને ભૌતિક સુવિધાના અભાવે કર્મચારીઓ તેમજ પ્રજાને અવગડ પડતી હતી. ખૂબ લાંબા સમયની માંગ બાદ સોમવારે પાલિકાની નવી કચેરીનું શાસ્ત્રોક્ત વિધિ સાથે લોકર્પણ કરવામાં આવ્યું હતું.