મોડાસા રૂરલ પોલીસે બિલ વગરનું સવા 2 કરોડનુ ચાંદી ઝપ્ત કર્યું - Modasa Rural Police
અરવલ્લીઃ જિલ્લાના મોડાસા રૂરલ પોલીસ આગામી દિવસોમાં આવનારા તહેવારોના ને લઈ રાજેન્દ્રનગર ચોકડી નજીક વાહન ચેંકીગ કરી રહ્યા હતી.આ દરમિયાન એક કારને અટકાવી તપાસ કરતા કારમાંથી બિલ વગરનું ચાંદી મળી આવ્યું હતુ.ચાંદી આગ્રાથી રાજકોટ લઇ જવામાં આવી રહ્યુ હોવાનુ પ્રાથમિક પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. કારમાંથી 2 કરોડથી વઘુનું ચાંદી પોલીસે ઝપ્તત કર્યું છે. તેમજ કાર ચાલક અને તેની સાથે અન્ય શખ્સ પાસે આ માલના કોઇ પુરાવા ન મળતા સી.આર.પી.સી કલમ 102 મુજબ મુદ્દામાલ કબ્જે લઇ આરોપીઓને સી.આર.પી.સી કલમ 41 (1) ડી મુજબ અટક કરી કાયેદસરાની કાર્યવાહી કરવામાં આવી હતી.