લોકડાઉન વચ્ચે માનવતા મહેકીઃ સેવાભાવી લોકોએ પગપાળા વતન જતા પરપ્રાંતીય શ્રમિકોને આપ્યું ભોજન - migrant worker
અરવલ્લીઃ કોરોના વાઈરસને લઈને સમગ્ર દેશમાં 21 દિવસનું લોકડાઉન છે, ત્યારે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં કામ કરતા રાજસ્થાનના શ્રમિક પરિવારો હવે તેમના વતન તરફ વાટ પકડી રહ્યા છે, ત્યારે પગપાળા આવતા આ શ્રમિકોને રસ્તામાં કયાંય જમાવાની વવ્યસ્થા ન હતી. મોડાસામાં કેટલાક સેવાભાવી લોકો તેમના માટે જમવાની વ્યવસ્થા કરી હતી. મોડાસાના કોલેજ રોડ પર મોટી સંખ્યામાં આવી પહોંચેલા લોકોને પ્રેમથી આવકાર આપી તેમને જમાડયા તેમજ રસ્તામાં નાસ્તા માટે બિસ્કીટના પેકેટ પણ આપ્યા હતાં.