ઇમરજન્સી સમયેની કામગીરી અંગે પાટણમાં મોકડ્રીલ... - જુઓ વિડીયો...
પાટણઃ આપત્તિ સમયે લોકો કઇ રીતે સરકારી વિવિધ સેવાઓનો ઉપયોગ કરી શકે અને લોકોમાં જાગૃતિ આવે તે માટે પાટણ વહીવટી તંત્ર દ્રારા હાઇવે માર્ગ પર મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. પાટણ વહીવટી તંત્ર દ્વારા અકસ્માત દરમિયાન બચાવ કામગીરી અને લોકો થકી કેવી રીતે મદદ મેળવી શકાય તે માટે જન જાગૃતિના ભાગરૂપે શહેરના હારીજ ત્રણ રસ્તા નજીક મોકડ્રિલ યોજવામાં આવ્યું હતું, જેમાં 108 ઇમરજન્સી સેવા, ફાયર તેમજ પોલીસની સેવાઓનું રિહલસલ કરવામાં આવ્યું હતું, તો સાથે સાથે સરકારી કામગીરી દરમિયાન હાજર લોકો પણ કેવી રીતે મદદરૂપ બની શકે છે. તે અંગે લોકોને સમજાવવામાં આવ્યાં હતા.