બનાસકાંઠાના પાલનપુરમાં સ્થાનિકોએ મોબાઈલ ચોરોને મેથીપાક ચખાડ્યો - mobile robbers get thrashed by public
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે સીમલા ગેટ વિસ્તારમાં બે ગઠિયાઓ મોબાઇલ ચોરી કરતા ઝડપાઈ ગયા હતા. બાજુમાં જ પોલીસ સ્ટેશન હોવા છતાં પણ લોકોએ કાયદો હાથમાં લઇને સતત 20 મિનિટ સુધી બરાબરનો મેથીપાક ચખાડ્યા બાદ ગઠિયાઓને છોડી મૂક્યા હતા. મારપીટમાં બંને ચોરો ગંભીર રીતે ઘવાયા હતા.