ધોરાજી-ઉપલેટાના કોંગ્રેસ ધારાસભ્ય લલિત વસોયાને હોમ ક્વોરેન્ટાઈ કરાયા - લલિત વસોયા
રાજકોટ: જિલ્લાના ધોરાજી-ઉપલેટાના ધારાસભ્ય લલિત વસોયાને હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. લલિત વસોયા સુરતમાં ફસાયેલા પોતાના મત વિસ્તારના લોકોને લેવા માટે સુરત ગયા હતા. જેથી અન્ય જિલ્લામાંથી આવતા કોઈ પણ વ્યક્તિને હોમ ક્વોરેન્ટાઈન કરવાની સરકારની ગાઈડ લાઈન મુજબ લલિત વસોયાને 10 મે થી 23 મે સુધી હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે.