મહીસાગરના સંતરામપુરમાં ધારાસભ્યએ ગામલોકો સાથે કરી ધુળેટી પર્વની ઉજવણી
મહીસાગર : જિલ્લાના સંતરામપુરમાં હોળીને આદિવાસીઓનો મોટો તહેવાર કહેવામાં આવે છે. સામાન્ય રીતે આદિવાસીઓ આમલી અગિયારસથી હોળીના તહેવારની ઉજવણી શરૂ કરે છે. જેમાં દેશી ઢોલ, દેશી તાલ અને આદિવાસી નૃત્ય કીકીયારીઓથી આદિવાસી ગામડાઓ ગુંજી ઉઠે છે અને તે બીજા 17 દિવસ સુધી ચાલે છે. દેશી ઢોલ આદિવાસી કાલે આદિવાસી ગીતો સાથે દાંડિયા તથા આદિવાસી નાચગાન કરવામાં આવે છે.