ગુજરાત

gujarat

ETV Bharat / videos

સંસદમાં કૃષિ બિલ પાસ થતા વલસાડ જિલ્લાના ખેડૂતોનો મિશ્ર પ્રતિસાદ... - Farmers of Valsad

By

Published : Sep 22, 2020, 3:39 PM IST

વલસાડઃ સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં હાલમાં જ સંસદમાં પસાર થયેલું ખેડૂતલક્ષી બિલ ખેડૂતો માટે કેટલું સહાય અને કેટલું નુકસાન કર્તા રહેશે તે અંગે વલસાડ જિલ્લામાં પણ ખેડૂતોએ પોતાના પ્રતિસાદ આપ્યા છે. જેમાં ખેડૂતોએ જણાવ્યું કે સરકાર દ્વારા પાસ કરવામાં આવેલું બિલ ખેડૂતોના ફાયદામાં છે હવે ખેડૂત કોઈપણ વેપારીને ઘરબેઠા પોતાનું ઉત્પાદન વેચી શકશે. તેમણે માત્ર એપીએમસી ઉપર આધાર રાખવાની જરૂર રહેશે નહીં. તો બીજી તરફ વેપારીઓને પણ બે વિકલ્પો મળશે. ગઈકાલે જ વિપક્ષોની ધાંધલ-ધમાલ વચ્ચે પાસ થયેલું ખેડૂત બિલમાં ખેડૂતોને પોતાના ઉત્પાદન વેચાણ કરવા ઉપર સીધો ફાયદો થશે તેવું વલસાડ જિલ્લાના ખેડૂતો જણાવી રહ્યા છે. ખેડૂતે કહ્યું કે, લોકો પહેલા એપીએમસી ઉપર આધાર રાખતા હતા. તેના સ્થાને હવે ખેડૂત ઘરબેઠા કોઇપણ વેપારીને પોતાનું ઉત્પાદન પોતાના નક્કી કરેલા ભાવ પર વેચી શકશે. પરંતુ હવે પછી આ ખેડૂતલક્ષી બિલ પસાર થયા બાદ વેપારીઓ પણ કોઇપણ સ્થળેથી ખેડૂતો પાસે ખેડૂતોના ભાવ અનુસાર ઉત્પાદન ખરીદી કરી શકશે. જો કે, આ સમગ્ર બાબત વચ્ચે ખેડૂતોએ પણ ચિંતા વ્યક્ત કરી કે, જે નાના ખેડૂતો છે તેઓ માત્ર એપીએમસી ઉપર આધાર રાખે છે અને જો અન્ય વેપારીઓ એપીએમસી ઉપર નહીં આવે તો આ નાના ખેડૂતોને મુશ્કેલીમાં મૂકાવવાનો વારો આવશે.

ABOUT THE AUTHOR

...view details