ગુજરાત

gujarat

ETV Bharat / videos

કૃષિ બિલ-2020 પર કચ્છના ખેડૂત આગેવાનોનો મિશ્ર પ્રતિસાદ... - Opposition parties opposed the agriculture bill

By

Published : Sep 22, 2020, 7:36 PM IST

કચ્છ: નવા કૃષિ બિલને લઇને કચ્છના ખેડૂત આગેવાનોએ પોતાનો મિશ્ર પ્રતિસાદ આપ્યો હતો. Etv ભારતની ટીમ ભુજમાં કિસાન સંઘના આગેવાનો અને કેટલાક ખેડૂત આગેવાનો સાથે વાત કરી હતી. ખેડૂતોએ કહ્યું હતું કે, સમય અને સંજોગોને અનુરૂપ ખેડૂતો માટે કૃષિ બિલની જરૂર હતી પણ તેમાં ચોક્કસ ભયસ્થાનો છે. આ વિસ્તારોમાં સૌથી મોટું ભયસ્થાન છે કે વેપારીઓ ખેડૂતોને સીધી રીતે લૂંટશે આવા ભય સ્થાનો છે તેને દૂર કરવાની માંગ સાથે ખેડૂતોએ કહ્યું હતું કે, જે રીતે જીએસટી કાયદાના બિલ આવ્યા બાદ તેમાં સુધારા વધારા થયા છે. તે રીતે આ બિલ માં પણ ચોક્કસથી સુધારા વધારા કરવા પડશે. જો કે, કેટલાક ખેડૂતો માને છે કે આ ખેડૂતો માટે અયોગ્ય બીલ છે અને તેને ભાજપની સરકારે બહુમતીના જોરે લાવીને ખેડૂતોને અન્યાય કર્યો છે. જુઓ શું કહે છે આ વિશે ખેડૂત આગેવાનો...

ABOUT THE AUTHOR

...view details