રાજ્યકક્ષાના પ્રધાન દિલીપ ઠાકોરે કેશુબાપાને શ્રદ્ધાંજલિ અર્પી - કેશુબાપાને શ્રદ્ધાંજલિ
કચ્છઃ રાજ્યકક્ષાના શ્રમ-રોજગાર પ્રધાન દિલીપ ઠાકોરે કેશુબાપાને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આ દરમિયાન તેમણે જણાવ્યું કે, કેશુ બાપાની વિદાયથી ભાજપને મોટી ખોટ પડી છે. દરેક સમાજના રાહબર બાપા ગુજરાતનું ગૌરવ હતા અને તેથી તેમને બાપાના હુલામણા નામથી આપણે જાણતા હતા. વધુમાં તેમણે જણાવ્યું કે, ખેડૂતો માટે સિંચાઇના પાણી માટે, જળસંચય માટે, નર્મદાના કામો માટે, ગુજરાતના પ્રાણ પ્રશ્નો માટે બાપાએ સતત ચિંતા કરી છે.