માણાવદરમાં પ્રધાન કુંવરજી બાવળીયાના હસ્તે કરાયું ધ્વજ વંદન - માણાવદર ન્યૂઝ
જૂનાગઢઃ જિલ્લા કક્ષાના 71માં પ્રજાસતાક દિનની ઉજવણી માણાવદર ખાતે કરાઇ હતી. આ ઉજવણીના ભાગરૂપે પ્રધાન કુંવરજી બાવળીયાના વરદ હસ્તે ધ્વજ વંદન કરાયું હતું. કુંવરજી બાવળીયાએ ધ્વજ વંદન કર્યા બાદ લોકોને પ્રજાસતાક દિનની શુભેચ્છા પાઠવી હતી અને લોકોને સરકારની નવી નવી યોજનાથી માહીતગાર કરાયા હતાં.