ગુજરાત

gujarat

ETV Bharat / videos

મુંબઈથી દિલ્હી જતી મિલિંદ સોમાનની ગ્રીનયાત્રા ગોધરા આવી પોહચી - મિલિંદ સોમાનની ગ્રીનયાત્રા ગોધરા આવી પોહચી

By

Published : Dec 5, 2021, 5:31 PM IST

હાલ દેશમાં વાયુ પ્રદૂષણ એક મોટી સમસ્યા બનીને સામે આવ્યું છે, જેને અટકાવવાના પ્રયાસરૂપે ભારત સહિત વિશ્વના અનેક દેશો સામે આવ્યા છે, ત્યારે વાયુ પ્રદૂષણ નિયંત્રણ કરવાનો સંદેશ લોકો સુધી પહોંચાડવા માટે બોલીવુડ અભિનેતા અને ફિટનેસ આઈકોન તથા સુપર મોડલ મિલિન્દ સોમન દ્વારા સાયકલ લઈને ગ્રીનરાઈડ (Milind Soman's Green Yatra) કરવામાં આવી રહી છે, તેઓ મુંબઈથી સાયકલ લઈને નીકળ્યા છે. શરૂઆતમાં તેઓ સાયકલ સહિત ઇલેક્ટ્રિક કાર અને અન્ય ઇલેક્ટ્રિક વાહનો લઇને નીકળ્યા હતા, પરંતુ તેમાં શ્રેષ્ઠ વિકલ્પ સાયકલ લાગતાં તેઓએ દિલ્હી સુધી (Mumbai to Delhi Green Yatra ) સાયકલ લઈને પહોંચવાનું નક્કી કર્યું હતું, આમ તેઓ વડોદરાથી દિલ્હી સુધીનું અંતર સાયકલ દ્વારા કાપશે. અંતર્ગત સાયકલ લઈને આજે વિશ્વ જમીન દિવસ પર ગોધરા ખાતે આવી (Green Yatra reached Godhra) પહોંચ્યા હતા, જ્યાં તેઓએ ફિટનેસની સાથે સાથે દેશની વાયુ પ્રદૂષણ વિશેની સમસ્યા વિશે પણ સંદેશ પાઠવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details