અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે પરપ્રાંતિયોનો હલ્લો - Ankleshwar Mamlatdar's office
અંકલેશ્વર: લોકડાઉનના સમયમાં વતન જવાની છૂટ મળતા જ પરપ્રાંતિયો વતન જવા માટે હવે બેબાકળા બન્યા છે. ત્યારે અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે તેઓએ હલ્લો મચાવ્યો હતો.પરપ્રાંતિયોએ જણાવ્યું હતું કે, તેઓ દ્વારા ટ્રેનના ભાડના રૂપિયા ભરી દેવામાં આવ્યા છે. આમ છતાં તેઓ માટે ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવતી નથી. આ અંગે યોગ્ય જવાબા પણ મળતા નથી. મામલતદાર કચેરી ખાતે મોટી સંખ્યામાં પરપ્રાંતિયો એકત્રિત થઇ જતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. તંત્રના અધિકારીઓએ ટ્રેનની વ્યવસ્થા થશે એટલે તેઓને જાણ કરવામાં આવશે એમ સમજાવી ઘરે રવાના કર્યા હતા.