પડતર પ્રશ્નોના ઉકેલ માટે MGVCLના ટેક્નિકલ અને નોન ટેક્નિકલ યુનિયને આંદોલનનું રણશીંગુ ફૂંકયું - ટેક્નિકલ
વડોદરા: મધ્ય ગુજરાત વીજ કંપની લીમિટેડના ઈજનેર, ટેક્નિકલ અને નોન ટેક્નિકલના મોટાભાગના કર્મચારીઓ અને અધિકારીઓના સ્પર્શતા પ્રાણ પ્રશ્નોના નિવારણ માટે GEBA અને અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ દ્વારા વારંવારની રજૂઆત કરવા છતા પણ આજદિન સુધી MGVCL વહીવટી તંત્ર દ્વારા આ બાબતે કોઈપણ હકારાત્મક વલણ દાખવવામાં આવ્યું નથ. જે કારણે 1 જુલાઈના રોજ આંદોલન કરવાની ચીમકી અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘના જનરલ સેક્રેટરીએ ઉચ્ચારી હતી.