MGVCLના કર્મચારીનું થાંભલા પર કરંટ લાગતા મોત - સંતરામપુરના તાજા સમાચાર
મહીસાગર: સંતરામપુર તાલુકાના ખેડાપા ગામે ઇલેક્ટ્રીક થાંભલા પર હરિભાઇ પટેલીયા નામના MGVCL કર્મચારી રીપેરીંગનું કામ કરી રહ્યા હતા. તે દરમિયાન અચાનક વીજ કરંટ લાગતાં તેમનું કમકમાટી ભર્યું મોત નિપજયું હતું. જેથી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.