અમદાવાદ મેટ્રોના કોચ પ્રિવેડિંગ શૂટ કે જન્મદિવસ માટે ભાડે અપાશે - પ્રિવેડિંગ શૂટ
અમદાવાદ : શહેરમાં મેટ્રો અંગે GMRCLની યોજના સામે આવી છે. જેમાં જન્મદિવસની ઉજવણી પ્રી-વેડિંગ શૂટિંગ માટે મેટ્રોના ઉપયોગ અંગે વિચારણા કરવામાં આવી છે. નિયત ભાડું ચૂકવીને આ કોચનો ઉપયોગ કરી શકાય તેવી વિચારણા કરવામાં આવી છે. જો તમારે ઉજવણી કરવી હોય તો એક કોચમાં જન્મદિવસ ઉજવવા માટે 50 મિનિટનું ભાડું 5000 રૂપિયા રહેશે. જ્યારે ત્રણ કોચનું એક કલાક માટેનું ભાડું 15000 અને શણગારેલા કોચમાં જન્મદિવસની ઉજવણી મનાવવા માટે 30 હજાર રૂપિયા આપવા પડશે. આ સમગ્ર યોજના લીક થતાની સાથે જ મેટ્રોના અધિકારીઓમાં દોડધામ શરૂ થઈ ગઈ છે.