કચ્છ જિલ્લામાં ઉનાળાની શરૂઆત, અઠવાડિયા સુધી ગરમીમાં કોઈ જ રાહત નહીં: હવામાન વિભાગ - ભુજ હવામાન વિભાગ
કચ્છઃ જિલ્લામાં ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે આ અંગે ભુજ ખાતે આવેલા હવામાન કચેરીના રાકેશ કુમારે જણાવ્યું હતું કે આવતા અઠવાડિયા સુધીમાં તાપમાનમાં કોઈપણ પ્રકારનો ફેરફાર દેખાશે નહીં અને કોઈ રાહત મળશે નહીં. જિલ્લામાં મહત્તમ તાપમાન ૩૮ ડિગ્રી જેટલું જળવાઈ રહેશે.