રાજકોટમાં રમાનાર રણજીની ફાઇનલ મેચ પહેલા જાડેજાનો સૌરાષ્ટ્રની ટીમને સંદેશ - Indian cricketer Ravindra Jadeja
રાજકોટઃ રાજકોટના ખંડેરી સ્ટેડિયમ ખાતે આવતીકાલે રણજી ટ્રોફીનો ફાઇનલ મેચ સૌરાષ્ટ્ર અને બંગાળની ક્રિકેટ ટીમ વચ્ચે રમાનાર છે. ત્યારે આ મેચ પહેલા જ ભારતીય ક્રિકેટર રવીન્દ્ર જાડેજાએ સૌરાષ્ટ્રની ટીમને અભિનંદન પાઠવ્યા હતા.સાથે જ મેચને ફાઇનલ મેચ સમજીને ચિંતા વગર રમવાની સલાહ અપી છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટના ખંડેરી સ્ટેડિયમ ખાતે આગામી 9 માર્ચના રોજ બંગાળ અને સૌરાષ્ટ્રની ટીમ વચ્ચે ક્રિકેટ મેચ યોજાનાર છે. ત્યારે BCCI દ્વારા સૌરાષ્ટ્રની ટીમ વતી રવિન્દ્ર જાડેજા રણજી ટ્રોફીની ફાઇનલમાં બંગાળની સામે રમવાની પરવાનગી આપવામાં આવી નથી. જેને લઈને જાડેજાએ સોશિયલ મીડિયામાં ટીમ માટે મેસેજ શેર કર્યો હયો. BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશનને કહ્યું હતું કે, "જાડેજા રણજી ફાઇનલમાં રમશે નહીં. દેશ પહેલા આવે છે એટલે જાડેજાને રણજી રમવાની પરવાનગી આપી શકાય નહીં." ભારતે 12 માર્ચથી દક્ષિણ આફ્રિકા સામે વનડે સીરિઝ રમવાની છે. તે દરમિયાન રણજી ફાઇનલ પણ ચાલતી હશે. બંગાળ 13 વર્ષ પછી ફાઇનલમાં પહોંચ્યું છે. જ્યારે સૌરાષ્ટ્ર સતત બીજા વર્ષે ફાઇનલમાં રમશે.