મતદાન જાગૃતિ અંગે ડાંગ જિલ્લાની ગોલ્ડન ગર્લ સરિતા ગાયકવાડનો સંદેશ - gujarat election 2021
ડાંગ : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન અવશ્ય કરવું જોઈએ એવા સંદેશ સાથે આંતરરાષ્ટ્રીય દોડવીર સરિતા ગાયકવાડે ગુજરાતના મતદારોને સંદેશ આપ્યો છે કે, રમતના મેદાનમાં જેમ એક એક સેકન્ડ કિંમતી હોય છે તેમ લોકશાહીમાં પણ એક એક મત કિંમતી હોય છે. માટે આગામી 28 ફેબ્રિઆરીના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાનના દિવસે દરેક મતદારે અવશ્ય મતદાન કરવું જોઈએ.