વડોદરાની મંગળ બજારના વેપારીનું કોરોનાથી મોત થતા વેપારીઓ દ્વારા દુકાનો સ્વયંભૂ બંધ રખાઈ - shops closed spontaneously by traders
વડોદરાઃ શહેરના મંગળ બજારમાં ઈલેક્ટ્રિકલ્સની દુકાન ચલાવતા સંચાલકનું કોરોનાના કારણે મોત નિપજતા શુક્રવારના રોજ મંગળ બજારના વેપારી મહાજન મંડળના પૂર્વ વિભાગના તમામ વેપારીઓએ દુકાનો બંધ રાખી હતી. આ અંગે મંગળ બજારના વેપારી મહાજન મંડળના અગ્રણી જય ઠાકોરે આ અંગે જણાવ્યું હતું કે, મંગળ બજારના આ પાંચમા વેપારીનું કોરોનાના કારણે મોત નિપજ્યું છે. ત્યારે સરકારે સંક્રમણ વધુ ન ફેલાય તે માટે જરૂરી પગલાં ભરવા જોઇએ.