યુવતિના મોત મામલે રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય પહોંચ્યા સાયરા ગામ - gujarat news
મોડાસાઃ શનિવારે અને રવિવારે રાજકીય નેતાઓ બાદ હવે સોમવારે અરવલ્લી જિલ્લાના મોડાસાના સાયલા ગામે યુવતીના મોત મામલે રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્યએ યુવતીના પરિવારજનોની મુલાકાત લીધી હતી. આયોગના સભ્યએ ઘટના સ્થળ જયાં યુવતીની મૃત હાલતમાં લટકતી લાશ મળી આવી હતી તેની પણ મુલાકાત લીધી હતી. રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય ડૉ. રુજુલ દેસાઈએ પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું હતું કે પ્રોવિજનલ પી.એમ રિપોર્ટમાં દુષકર્મ ની જાણકારી મળી નથી. જો કે, આ ઘટનામાં ફોરેનસિક રિપોર્ટ પછી જ સત્ય હકીકત જાણવા મળશે.