મહેસાણા અર્બન બેન્કે 1,111 લાભાર્થીઓને આત્મનિર્ભર યોજનામાં 10.15 કરોડની સહાય ચૂકવી - મહેસાણા અર્બન બેન્ક
મહેસાણા: કોરોના મહામારીના કારણે લાદવામાં આવેલા લોકડાઉનના લીધે અનેક નાના ઉદ્યોગકારો, વેપારીઓ, ફેરિયાઓ અને ધંધાર્થીઓને આર્થિક ફટકો સહન કરવો પડ્યો છે. જેના કારણે કેન્દ્ર સરકારે આત્મનિર્ભર યોજના અમલમાં મૂકી બેન્કોના માધ્યમથી આર્થિક સહાય આપવાનો પ્રયાસ કર્યો છે. આ બાબતને ધ્યાનમાં રાખી મહેસાણા જિલ્લાની અર્બન બેન્કે નાયબ મુખ્યપ્રધાનના હસ્તે 1,111 લાભાર્થીઓને 10.15 કરોડની આર્થિક સહાય આપી છે.