મહેસાણા પોલીસ દ્વારા રાજ્યકક્ષાના વન મહોત્સવની કરાઈ ઉજવણી
મહેસાણાઃ શહેરના પોલીસ હેડ ક્વાટર્સની બાજુમાં સિધ્ધેશ્વરી મહાદેવની સામે ગુજરાત પોલીસનો રાજ્ય કક્ષાનો વન મહોત્સવ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં કુદરતી સંશાધનોનો વિનિયોગ કરી નાગરિકોને પર્યાવરણનું જતન કરવા અપીલ કરાઈ છે. વૃક્ષ, પાણી અને શુધ્ધ હવા જે જીવન જીવવાની અનમોલ દવા છે તેથી આપણે ભવિષ્યની પેઢી માટે તેનું સંરક્ષણ અને સંવર્ધન કરવું જોઇએ તેમ જણાવતા રાજ્ય સભાના સાંસદ તેમજ સ્થાનિક સાંસદ શારદા પટેલે વનીકરણ સંરક્ષણ અને જતન માટે ઉદબોધન કરી પ્રેરણા પુરી પાડી હતી. આ પ્રસંગે મહાનુંભાવો દ્વારા વિવિધ વૃક્ષોનું વાવેતર કરી તેનું જતન કરવા નિર્ધાર વ્યક્ત કરાયો હતો.