કોરોના સંક્રમણને પગલે મહેસાણામાં સિંધી સમાજના લોકોએ ઘરમાં જ રહી ચેટીચાંદની ઉજવણી કરી - લોક ડાઉન
મહેસાણાઃ હાલમાં દેશ અને દુનિયા કોરોના જેવા ગંભીર વાઇરસની સંક્રમણમાં મહામારીનો સામનો કરી રહ્યા છે. ત્યારે વિવિધતામાં એકતા ધરાવતા ભારત જેવા દેશમાં વાર તહેવાર ઉજવવા પણ મુશ્કેલ બની ગયા છે. જોકે સરકારના સૂચન અને સલામતીને પ્રાધાન્ય આપતા મહેસાણાના સિંધી સમાજે દર વર્ષે ઉમંગ-ઉત્સાહ અને ઝૂલુસ સાથે ભક્તિ આરાધનાથી કરાતી ચેટીચાંદ પર્વની ઉજવણી ચાલુ વર્ષે જુલેલાલની ઘરમાં જ પૂજા આરાધના અને આરતી કરીને કરી છે. પોતાનો ધાર્મિક પર્વ હોવા છતાં સિંધી સમાજે આજે ચેટીચાંદની ઉજવણીમાં ઝૂલુસ નહી કાઢી તેમજ ભીડભાળ ભેગી ન કરી વાઇરસથી સાવચેતી રાખતા દરેક પરિવારે પોતાના ઘરમાં જ પોતાના ધાર્મિક પર્વની ઉજવણી કરી છે. જેમાં જુલેલાલની આરતી પૂજામાં પણ લોકોએ માસ્કનો ઉપયોગ કર્યો છે. તો દરેક વ્યક્તિ એક બીજા વચ્ચે અંતર બનાવી ઉભા રહ્યા હતા. આમ ધાર્મિક કાર્ય અને તહેવારની ઉજવણીમાં સિંધી સમાજે આરોગ્યને પ્રાથમિકતા આપી અન્ય સમાજો માટે કોરોના વાઇરસ સામે લડત આપવા ઉત્તમ પ્રેરણા પૂરી પાડી છે.