મહેસાણા નગરપાલિકા પ્રમુખની પુત્રી સલામત રીતે ચીનથી પરત ફરી - કોરોના વાયરસ
મહેસાણાઃ ચીનમાં કોરોના વાયરસના ક્હેર વચ્ચે હવે ભારતીય વિદ્યાર્થીઓ સરકારના પ્રયાસથી પરત ફરી રહ્યા છે. જેમાં મહેસાણા નગરપાલિકા પ્રમુખ ઘનશ્યામ સોલંકીની પુત્રી કિનલ સોલંકી ચીનથી મહેસાણા પોતાના વતન પરત ફરી છે, ત્યારે પરિવારમાં ખુશીઓ છલકાઈ રહી છે. કિનલ સોલંકીનું ચીન, બેન્કોંગ અને અમદાવાદ એરપોર્ટ પર પણ ચેકીંગ કરવામાં આવ્યું હતું. જેથી વાયરસની કોઈ સામાન્ય અસરથી પણ કિનલ શિકાર ન બને અને ભારતમાં કોઈ વાયરસ ન ફેલાય તેની ખાસ ચિંતા વ્યક્ત કરાઈ છે.