મહેસાણા LCB એ મોબાઈલ ટાવરની એન્ગલો ચોરીની ડફેર ગેંગને ઝડપી - Mehsana B Division
મહેસાણા: શહેરમાં આવેલા દેસાઈનગર વિસ્તારમાં એક ખાનગી ફેકટરીમાં ગોડાઉનનું તાળું તોડી પ્રવેશ કરતા તસ્કરોએ ગોડાઉનમાં પડેલા ગેલ્વેનાઇઝની એન્ગલોની ચોરીને અંજામ આપ્યું હતું. જે મામલે મહેસાણા બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે શકમંદ લોકોની તપાસ કરતા સદર ગુન્હાના આરોપીઓ ચોરીનો મુદ્દામાલ વેચવા શહેરના માલગોડાઉન રોડ પર પહોંચતા પોલીસે બાતમીના આધારે સ્થળ પર પહોંચી મુદ્દામાલ સહિત ત્રણ આરોપીને ઝડપી લઈ મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે ચોરી કરાયેલા ગેલ્વેનાઇઝની એન્ગલો સહિત 8.59 લાખના મુદ્દામાલ સાથે દબોચી લીધા છે. જેમાં ચોર મોબાઈલ ટાવર બનાવવાની ફેકટરીમાં અગાઉ નોકરી કરતો હતો, નોકરી છોડ્યા બાદ તેણે અન્ય સાગરીતો સાથે મળી આ ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હોવાની હકીકત સામે આવી છે.