વિસનગરમાં પત્રકારો દ્વારા સ્લમ વિસ્તારમાં ફૂડ કીટ વિતરણ કરાયું - visnagar news
મહેસાણાઃ જિલ્લાના વિસનગરમાં હાલમાં કોરોના વાઇરસની મહામારી વચ્ચે સ્લમ વિસ્તરમાં રહેતા લોકો માટે ભોજન અને રાસન મેળવવું મુશ્કેલ બનતું હોય છે, ત્યારે વિસનગરના સેવાભાવી વ્યક્તિ નરેશભાઈ પાત્રા વાળાના સહયોગથી મીટ ધ પ્રેસ વિસનગરના મેમ્બર પત્રકારો દ્વારા રૂબરૂ જઈ 1000 કિલો જેટલા પાત્રાના ફૂડ પેકેટનું શહેરના છેવાડે વસતા લોકો અને કાંસા ગામના જરૂરિયાત મંદ લોકોને વિતરણ કરવામાં આવ્યું છે. વિસનગર મીટ ધ પ્રેસ થકી પત્રકારો પણ સેવા કાર્યનો એક નાનકડો પ્રયાસ કરી જરૂરિયાત મંદોને મદદરૂપ થયા છે.