Gujarat Gram Panchayat election Result 2021: મહેસાણા જિલ્લામાં 104 ગ્રામ પંચાયતોની ચૂંટણીની મત ગણતરી શરૂ - Counting result of Mehsana district
મહેસાણા જિલ્લાના 10 તાલુકા કક્ષાએ મતગણતરીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમા મહેસાણા જિલ્લામાં 104 ગ્રામ પંચાયતોની ચૂંટણીની મત ગણતરી (Counting of votes in Gram Panchayat elections) શરૂ થઈ ગઈ છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મત ગણતરી હાથ ધરાઈ છે. ત્યારે મહેસાણા જિલ્લામાં કુલ 75.66 ટકા મતદાન થયું છે. વિવિધ ગ્રામપંચાયતોમાં સરપંચ માટે કુલ 315 ઉમેદવારો, સભ્ય માટે 844 ઉમેદવારો મેદાનમાં હતા. જેમા 55 ગ્રામ પંચાયતોમાં સરપંચ બિનહરીફ, જયારે વિવિધ પંચાયતો મળી કુલ 999 સભ્યોની બેઠક બિનહરીફ થઈ હતી.