મહેસાણાના રેણુ નિર્મિત દેવો દ્રારા સ્થાપિત ગણેશજીના દર્શને ઉમટ્યું ભક્તોનું ઘોડાપુર - mahesana news
મહેસાણા: ઐઠોર ગામે આવેલ પૌરાણિક ગણપતિ મંદિરે દર્શનાર્થીઓનું ઘોડાપુર ઉમટ્યું હતું. દાદાની પ્રતિમા પથ્થર કે ધાતુની ન હોવા છતાં ઘી સિંદૂરના લેપથી શોભે છે. અહીં દર્શનનું ધાર્મિક મહત્વ છે. દાદાને મોદક લાડુ અને ગોળ અર્પણ કરવામાં આવે છે. ચોથથી ચૌદસ સુધી અહીં દાદાનો ભવ્ય ઉત્સવ ચાલે છે જેમાં દેશ વિદેશથી શ્રદ્ધાળુઓ, દર્શનાથીઓ આવે છે.