દમણ જિલ્લા પંચાયત અને પાલિકાની ચૂંટણી સંદર્ભે જનપ્રતિનિધિઓની અને ચૂંટણી અધિકારીઓ સાથે બેઠક યોજાઇ - પરપ્રાંતીય
દમણ: સંઘપ્રદેશમાં આગામી દિવસોમાં યોજાનારી જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી ધ્યાને રાખી મતદાર યાદી સુધારણા કાર્યક્રમ હેઠળ ચૂંટણી અધિકારીની જનપ્રતિનિધિઓ સાથે એક બેઠક યોજાઈ હતી. જેમાં દમણમાં લોકડાઉન દરમિયાન પરપ્રાંતીય મતદારો વતન જતા રહ્યા હોય ચૂંટણીના મતદાનમાં મોટી અસર વર્તાવાની જનપ્રતિનિધિઓએ રજૂઆત કરી હતી.