આગામી પેટા ચૂંટણીને લઈને 'કમલમ' ખાતે બેઠકોનો ધમધમાટ શરૂ - Meeting at 'Kamalam
અમદાવાદ : એક તરફ ગુજરાતમાં કોરોના વાઈરસનો કહેર પ્રવર્તી રહ્યો છે. ત્યારે બીજી તરફ ચૂંટણીને લઇને રાજકીય ગતિવિધિઓ તેજ બની રહી છે. રાજ્યસભાની તાજેતરની ચૂંટણીમાં જ શાસક પક્ષ ભાજપે ગુજરાતની ત્રણ સીટ ઉપર વિજય મેળવ્યો છે અને સામે વિરોધ પક્ષે કોંગ્રેસના 8 ધારાસભ્યોએ રાજીનામું આપ્યુ છે. જેમાંથી પાંચ ધારાસભ્યો ભાજપમાં જોડાઇ ચૂક્યા છે. ત્યારે ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી બેઠકોની ચૂંટણીને લઈને ભાજપ કાર્યાલય કમલમ ખાતે બેઠકોનો દોર શરૂ થઇ ગયો છે. આગામી રણનીતિ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી, મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલની આગેવાનીમાં કમલમ ખાતે ભારતીય જનતા પાર્ટીના નેતાઓની બેઠકમાં નક્કી થશે.