રાજકોટ મહાનગરપાલિકાની જનરલ બોર્ડમાં પોલીસ અને કોર્પોરેટરો વચ્ચે ઝપાઝપી - રાજકોટ ન્યૂઝ
રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકાની બુધવારે જનરલ બોર્ડની મિટિંગ યોજાઇ હતી. જનરલ બોર્ડમાં શરૂઆતમાં જ મીડિયાને પ્રેક્ષક ગેલેરી બાજુમાં સ્થાન આપવામાં આવ્યાનો મુદ્દો ચર્ચામાં રહ્યોં હતો. જેને લઇને રાજકોટ મહાનગલ પાલિકાના મેયર બીના બેન આચાર્યે સ્પષ્ટતા કરી કે, જનરલ બોર્ડ દરમિયાન લાઇવ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જે બાદ કોંગ્રેસના કોર્પોરેટરો દ્વારા પ્રશ્નોત્તરી શરૂ કરવામાં આવી હતી. કમિશનર દ્વારા જે પણ રાજકોટમાં કામ કરવામાં આવ્યા છે તેની માહિતી આપવામાં આવી હતી. પ્રશ્નોતરી દરમિયાન ચોમાસામાં રાજકોટ શહેરના મોટાભાગના રસ્તાઓ તૂટી ગયા છે. તે અંગે સિમેન્ટના રોડ બનાવવાની માગ સાથેના બેનર્સ લઈને બકર્ડમાં વિરોધ કરવામાં આવ્યો હતો. કોંગી કોર્પોરેટરો દ્વારા બેનર્સ સાથે વિરોધ કરવામાં આવતા પોલીસ કર્મચારીઓ દોડી આવ્યા હતા અને બેનર્સને લેવાનો પ્રયાસ કર્યો હતો. મહિલા કોર્પોરેટરો દ્વારા બેનર્સ પોલીસને આપવામાં આવ્યા ન હોવાના કારણે મહિલા પોલીસ કર્મીઓ અને કોર્પોરેટરો વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા.