છોટા ઉદેપુર જિલ્લામાં મેધરાજાની ધમાકેદાર એન્ટ્રી, લોકોને ગરમીથી રાહત - મેધરાજાની ધમાકેદાર
છોટા ઉદેપુરઃ તારીખ 7 રવિવારના રોજ સવારે છોટા ઉદેપુર જિલ્લા સહિત શહેરમાં વરસાદની એન્ટ્રી થઈ હતી. વરસાદ સવારાના અડધો કલાક પડ્યો હતો. વરસાદની એન્ટ્રી થતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. લોકોને ગરમીના બફારાથી રાહત થઇ હતી, પરંતુ વિજ કરંટ ન હોવાથી લોકોને થોડી મુશ્કેલીનો સામનો પણ કરવો પડ્યો હતો.