પોરબંદરમાં લીરબાઈમાં સેવા સમિતિ દ્વારા જરૂરિયાતમંદોને ભોજન વિતરણ કરાયું - Gujarat Rain News
પોરબંદરઃ જિલ્લામાં છેલ્લા કેટલાય દિવસોથી સતત વરસાદ પડી રહ્યો છે. જેથી જિલ્લાના અનેક ગામડાઓમાં ભાદર નદીના પાણી પહોંચ્યા છે. છેલ્લા ત્રણ દિવસથી ભાદર નદીના પાણી કર્લી જળાશયમાં પહોંચતા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા હતા. ત્યારે લોકોની મદદે પોરબંદર નજીકના મોઢવાડા ગામના લીરબાઇમાં સેવા સમિતિના સેવકો આવ્યા હતા. સેવકો દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને ભોજન વિતરણ કરવામાં આવ્યું હતું. આ કપરા સમયમાં જરૂરિયાત મંદ લોકોની મદદે આ સેવકો આવતા લોકોએ તેઓનો આભાર માન્યો હતો.