બોટાદમાં માતૃ પિતૃ વંદના કાર્યક્રમ યોજાયો - botad latest news
બોટાદઃ પાળિયાદ રોડ પર આવેલા આનંદધામ ગ્રીન સીટીમાં વાળા પરિવાર દ્વારા માતૃ-પિતૃ વંદના કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ પૂજ્ય ગુરુ ભગવંત આનંદસેન મહારાજ સાહેબ તથા અન્ય ગુરુ ભગવંતો તથા સાધ્વીજી મહારાજ સાહેબની નિશ્રામાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં બોટાદના નાગરિકો તેમજ બોટાદના જૈન સમુદાયના તમામ ભાઈઓ-બહેનો જોડાયા હતા. આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ વાળા પરિવાર તરફથી નવકારશીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આશરે ત્રણ હજાર લોકોએ ભાગ લીધો હતો.