ડાંગમાં જનતા કરફ્યૂને પ્રચંડ પ્રતિસાદ - સાપુતારા શાંત
ડાંગ: વડાપ્રધાન મોદીએ આજે જનતા કરફ્યૂની અપીલ કરી હતી. ત્યારે આદિવાસી બહુલ વસ્તી ધરાવતા ડાંગ જિલ્લામાં મોટી સંખ્યામાં જનતા કરફ્યૂને લોકોનો પ્રતિસાદ મળ્યો હતો. સાંજે ગામમાં વડીલો દ્વારા આદિવાસી પારંપારિક વાજિંત્ર માદળ વાદ્ય વગાડીને સેવાવ્રતીઓને બિરદાવ્યા હતાં. પ્રવાસીઓથી ધમધમતું સાપુતારા શાંત જોવા મળ્યું હતું. ડાંગ જિલ્લામાં જનતા કરફ્યૂને પ્રચંડ સમર્થન મળ્યું હતું. ડાંગ જિલ્લાના જુદા-જુદા વિસ્તારોમાં લોકોએ ઘરની બહાર નીકળી આદીવાસી પારંપારીક વધ્યો માદળ વાદ્ય વગાડી મીડિયાકર્મી, પોલીસ અને ડોક્ટરોની કામગીરીને બિરદાવી હતી.