ગુજરાત

gujarat

ETV Bharat / videos

ડીસા વકીલ બાર એસોસિએશને GST પોર્ટલમાં ખામી મુદ્દે આવેદન આપ્યું - Banaskantha news

By

Published : Feb 12, 2020, 6:36 PM IST

બનાસકાંઠા: કેન્દ્ર સરકારે GSTનો અમલ કર્યા બાદ તેનો વિરોધ થતો રહ્યો છે. કોંગ્રેસ GSTને ગબ્બર સિંહ ટેક્સ તરીકે રજૂ કરે છે. કરવેરાના લગતા સંગઠનો અને જાણકારો GSTની સમજણને લઈ વિરોધ નોંધાવી રહ્યા છે. વર્તમાન સમયમાં GSTના ગુજરાત પોર્ટલમાં સર્જાયેલી ગ્લિચ એટ્લે કે, ખામીને પગલે કરવેરા સાથે સંકળાયેલા સાત એસોસિએશનોએ આ ગ્લિચ દૂર કરવા સાથે તેમની 27 જેટલી પડતર માંગણીઓ પૂરી કરવા માટે ડીસામાં સેલ્સ ટેક્સ કચેરીએ પહોંચી આવેદન પત્ર પાઠવ્યું હતું.જે બાદ ડીસાના નાયબ કલેક્ટર સમક્ષ પણ આવેદન પત્ર આપી. આ સમસ્યાનો ઝડપથી અંત લાવવાની માગ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details