યાત્રાધામ દ્વારકામાં પ્રાંત અધિકારી, મામલતદાર, પોલીસ અને નગરપાલિકા દ્વારા માસ્ક ડ્રાઇવ યોજાઈ - Mask drive held at Yatradham Dwarka
દેવભૂમિ દ્વારકાઃ કોરોના મહામારી વચ્ચે અનલોક-3 બાદ હાલ તંત્ર દ્વારા લોકોને તમામ જાતની છૂટછાટ આપવામાં આવી છે, ત્યારે યાત્રાધામ દ્વારકા અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. જિલ્લામાં હાલ કોરોનાના કેસની સંખ્યા 500ને પાર પહોંચી છે. ત્યારે યાત્રાધામ દ્વારકામાં પ્રાંત અધિકારી, મામલતદાર, દ્વારકા પોલીસ અને દ્વારકા નગરપાલિકા દ્વારા સંયુક્ત માસ્ક ડ્રાઇવ યોજવામાં આવી હતી. જેમાં તંત્ર દ્વારા તમામ ભીડભાડ વાળા વિસ્તારોમાં વેપારીઓને રૂબરૂમાં સમજણ આપવામાં આવી હતી. તેમજ આવનારા દિવસોમાં જો કોરોનાના નિયમોનું પાલન કરવામાં નહીં આવે તો કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી પણ સુચના આપવામાં આવી હતી.