અંકલેશ્વરમાં કોરોનાના સંક્રમણને લઇને 5 દિવસ સુધી શાકમાર્કેટ બંધ - કોરોનાવાઈરસ ન્યૂઝ
ભરૂચ : અંકલેશ્વરમાં કોરોનાનું સંક્રમણ દિન પ્રતિદિન વધી રહ્યું છે, ત્યારે બેકાબુ બનેલા સંક્રમણને કાબુમાં લેવા તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને શાક માર્કેટમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન થતું હોવાનું તંત્રના ધ્યાન પર આવતા અંકલેશ્વરના ત્રણ રસ્તા શાક માર્કેટ અને ચોટા બજાર શાક માર્કેટ પાંચ દિવસ સુધી બંધ રાખવા તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે વેપારીઓ રજૂઆત કરવા નગર સેવા સદન ખાતે પહોચ્યા હતા. તંત્ર દ્વારા વેપારીઓને કાંતિ પટેલ હોલ નજીક જગ્યા ફાળવવામાં આવી છે. તેમજ સોશ્યિલ ડિસ્ટન્સના પાલન માટે કુંડાળા પણ કરવામાં આવ્યા છે. ત્યારે વેપારીઓએ ચીફ ઓફિસરને રજૂઆત કરી માર્કેટ જલ્દી શરુ કરવા માંગ કરી હતી.