મનીષ સિસોદિયાએ રાજકોટમાં રોડ-શો કર્યો - મનીષ સિસોદિયા
રાજકોટઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે રાજકીય પક્ષોએ ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે. પ્રચાર પ્રસારના તમામ માધ્યમોનો ઉપયોગ કરી રાજકીય પક્ષો પ્રચાર કરી રહ્યા છે. બીજી તરફ ગુજરાતમાં પ્રથમ વખત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઝંપલાવ્યા બાદ આમ આદમી પાર્ટીએ પણ પોતાનો ચૂંટણી પ્રચાર જોર શોરથી શરૂ કરી દીધો છે. આજે રવિવારે દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાની અધ્યક્ષતામાં આમ આદમી પાર્ટી દ્વારા રાજકોટ શહેરના વિવિધ વિસ્તારોમાં રોડ-શોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે, આમ આદમી પાર્ટી દ્વારા રાજકોટ મનપાની ચૂંટણીમાં તમામ ૭૨ બેઠક ઉમેદવારી નોંધાવવામાં આવી છે.